૧૮૫૭ના વિપ્લવ માટેના જવાબદાર પરિબળો/કારણો

 

મિત્રો, આપની ઇચ્છા ને માન આપી બહુ જ ઊંડાણ માં લેખ લખું છું આશા છે કામ ગમશે.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
૧૮૫૭ના વિપ્લવને ગમે તે નામ આપવામાં આવે પણ દરેક રીતે તેનું સ્વરૂપ મર્યાદિત અને અવ્યવસ્થિત”… થોમસન અને કેરેટ.

“૧૮૫૭ના બળવાનું મૂળ સિપાઈઓ ના અસંતોષ માં રહેલું હતું અને જ્યારે મિરતના બળવાખોરોએ બહાદુરશાહ ને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને જમીનદારો તથા આમ પ્રજાના અમુક વર્ગોએ તેને ટેકો આપ્યો ત્યારે તેણે રાજકીય સ્વરૂપ પકડ્યું અને જે બળવો ધર્મ માટેની લડાઇ તરીકે શરૂ થયો હતો, તે સ્વાતંત્ર્યના યુદ્ધ તરીકે અંત પામ્યો.”… ડો. એસ. એન. પ્લ સેન


બ્રિટિશ હિંદના ઇતિહાસમાં 1857નો યુગવર્તી બનાવ પલાસીના યુદ્ધ પછી બરાબર સો વર્ષે બન્યો. હિન્દીમાં બ્રિટિશસત્તા સાર્વભૌમ બની ચૂકી હતી. કંપનીના શાસન માં હિન્દના લોકોનું ખૂબ જ શોષણ થયું હતું. દેશી રાજ્યો આશ્રિત, રક્ષિત કે ખંડિયા બન્યા હતા. અનેક દેશી રાજ્યો ખાલસા થયા હતા. અને દેશી રાજ્યોની માનહાનિ થઈ હતી. આમ આ સો વર્ષના ગાળામાં કંપનીની અનેક દુશ્મનો ઊભા કર્યા હતા. પરિણામે કંપની સરકારની સામે વિરોધનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું હતું. પ્રજા ધૂંધવાયેલી હતી ત્યાં જ ચરબીવાળા કારતૂસો નો બનાવ બન્યો જેના પરિણામે પ્રજાના રોષ ની જવાળાઓ એ ક્રાંતિ નું સ્વરૂપ ધારણ કર્યું. વાસ્તવમાં હિંદમાં ક્રાંતિ માટે વાતાવરણ તૈયાર થઈ ચૂક્યું હતું. અને આ ચરબીવાળા કારતૂસો ના બનાવે દારૂગોળા માં દીવાસળી ચાંપવાનું કાર્ય કર્યું.






🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
૧૮૫૭ના વિપ્લવ માટેના જવાબદાર પરિબળો/કારણો.🌹🌹🌹🌹🌹

૧. રાજકીય કારણો:

🍁1. ડેલહાઉસી ની ખાલસાનીતિ:🍁

📌 ડેલહાઉસીની સામ્રાજ્યવાદી નીતિને કારણે હિન્દના ઘણા ખરા દેશી રાજ્યોમાં અંગ્રેજો પ્રત્યે ભય અને ફફડાટની જન્મ્યો હતો. ડેલહાઉસીએ ખાલસા નીતિ હેઠળ સતારા, ઝાંસી, સંબલપુર, કર્ણાટક, અયોધ્યા, નાગપુર વગેરે રાજ્યો ખાલસા કર્યા. મિ. લૂડલો એ લખ્યું છે કે “ભારતમાં કોઈ સ્ત્રી અને બાળકો એવા ન હતા કે મારી આ ખાલસા નીતિ ને કારણે અમારા શત્રુ ન હોય”. અંગ્રેજોએ મોગલ સમ્રાટ બહાદુર શાહ ની પદવી છીનવી લઇને લાલ કિલ્લો ખાલી કરીને કુતુબમાં જઈને રહેવાનું કહ્યું તેથી લોકોમાં ખૂબ જ અસંતોષ ફેલાયો.

📌 ડો. ઈશ્વરીપ્રસાદને મતે “મોગલ બાદશાહ વ્યક્તિગત રીતે ગમે તેટલા અસહાય હોય પરંતુ તેમનું પદ હજુ પણ શ્રદ્ધાનો વિષય હતો. અંગ્રેજોએ નાના સાહેબ નું પેન્શન બંધ કરી દીધું. અયોધ્યા ખાલસા કરતા ત્યાંની પ્રજામાં પણ અસંતુષ્ટ હતી.

📌મૌલસન ના મતે અયોધ્યા અસંતોષનું કેન્દ્ર બની ગયું.

📌 એફ.ડબ્લ્યુ બકલરના મતે ૧૮૫૭માં જો કોઈ બળવાન હોય તો તે ઈસ્ટ ઈન્ડિયા કંપની હતી. ડેલહાઉસીની આ નીતિને કારણે હિંદના દેશી રાજ્યોમાં અંગ્રેજોની દાનત વિશે શંકા થઇ કે કંપની દેશી રાજ્યોની હયાતી મિટાવી દેવા માંગે છે. તેથી તેની નીતિ નો ભોગ બનેલા રાજ્યોમાં કંપની પ્રત્યે રોષ વ્યાપી ગયો. આમાના કેટલાક રાજ્યો ક્રાંતિ ના મુખ્ય કેન્દ્ર બન્યા.

2. વહીવટી કારણ: 🌹🌹🌹🌹

📌 હિન્દી ને અંગ્રેજો ઉચ્ચ પદ પર નિયુક્ત કરતા ન હતા. તેમને ભારતીયોની ઈમાનદારી તથા યોગ્યતા ઉપર વિશ્વાસ ન હતો.
📌 ન્યાયની બાબતમાં અંગ્રેજો ભારતીયો સાથે ભેદભાવ કરતા હતા.

📌 મહેસુલ નિયમિત કરવાના બહાને અંગ્રેજોએ જમીનદારો ની જાગીરો છીનવી લીધી હતી તેથી તેમના માં ખૂબ જ અસંતોષ વ્યાપ્યો હતો.

📌 ખેડૂતોનું ખૂબ જ શોષણ થતું હતું. તેમની પાસેથી વધારે મહેસૂલ વસૂલ કરવામાં આવતું હતું.

📌 સર સૈયદ અહમદ ના મતે આ પ્રકારની ખામીવાળી વહીવટી વ્યવસ્થા ને વિપ્લવ નું મહત્વનું કારણ બન્યું છે. તદુપરાંત દૂર ઈંગ્લેન્ડથી હિન્દ નું શાસન થતું હતું અને હિન્દ માંથી પ્રાપ્ત થતા ધનનો ઉપયોગ ઇંગ્લેન્ડના હિતમાં કરવામાં આવતો. આથી હીનદીઓ અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા.

૨. આર્થિક કારણો:🌹🌹🌹🌹

1. અંગ્રેજોની આર્થિક શોષણની નીતિ: 

અંગ્રેજોની શોષણ નીતિને કારણે પહેલા બંગાળમાં અને ત્યાર પછી ભારતના અન્ય ભાગોમાં ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ઈંગ્લેન્ડથી આવતા કાપડ ઉપર નજીવી જકાત લેવાય જ્યારે હિંદમાં બનેલા કાપડ ઉપર હિંદમાં જ ૭૦થી ૮૦ ટકા લેવામાં આવતી હતી.

📌 આમ અંગ્રેજ સરકારની નીતિને કારણે હિંદના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા અને અસંખ્ય કારીગરો બેકાર બન્યા.

ડો. ઈશ્વરીપ્રસાદ નોંધે છે કે હિન્દ અંગ્રેજો માટે દૂધથી ગાય બની અને તેના બાળકો ભૂખે ચડવા લાગ્યા.


2. ઇનામી કમિશન દ્વારા નાબૂદ કરાયેલી જાગીરો: 🌹🌹

📌 ડેલહાઉસીએ ૧૮૫૨માં ઈમામી કમિશન નીમીને માત્ર દક્ષિણમાંથી લગભગ ૨૦,૦૦૦ જેટલા જાગીર જપ્ત કરી.

📌અયોધ્યા ખાલસા કર્યા બાદ તાલુકદારો ની જમીન જાગીર છીનવી લીધા. અયોધ્યાના સૈન્યને બરતરફ કરી તેમની સૈનિક જાગીરો લઈ લેતા તેમની રોજીના પ્રશ્ન ઉપસ્થિત થયો. આથી આવા અસંતુષ્ટ રાજવીઓ જમીનદારો અને સૈનિકોએ વિપ્લવમાં મોટી સંખ્યામાં ભાગ લીધો.

3. નવા પ્રદેશોમાં નવી જમીન મહેસૂલ પદ્ધતિ: 🌹🌹🌹

📌 કંપની શાસન દરમિયાન નવા મેળવેલા પ્રદેશોમાં નવી જમીન મહેસૂલ પદ્ધતિ અપનાવી. તે મુજબ જો કોઈ લોકો મેહેસુલ ભરવામાં વિલંબ કરે તો તેમની જમીનો જપ્ત કરી તેની હરાજી કરવામાં આવતી. 

📌 મહેસુલ મુક્ત જમીન ના પુરતા દસ્તાવેજો રજુ ન કરી શકનાર જમીનદારો ની જમીનો જપ્ત કરવામાં આવતી. આમ આ નવી જમીન મહેસુલ પદ્ધતિથી બ્રિટિશ શાસન પ્રત્યે વિરોધ વંટોળ ઉભો થયો. 

📌 જ્યોર્જ થોમસ ના મતે ભારતમાં દુષ્કાળથી પાંચ લાખ લોકો મૃત્યુ પામ્યા. તે એ દેશમાં મરી ગયા કે જગતમાં અનાજનું ગોદામ કહેવાય.

૩. સામાજિક કારણો:🌹🌹🌹

📌 ભારતીયોના સામાજિક જીવનમાં અંગ્રેજોના હસ્તક્ષેપ રૂઢિવાદી ભારતીય લોકોથી સહન ન થયો. સતી પ્રથા નાબૂદી વિધવા વિવાહની છૂટ અને તેમના માટેના કાયદાઓ થી લોકોમાં ખૂબ જ અસંતોષ ફેલાયો હતો.

📌 પશ્ચિમની સંસ્કૃતિ એ ભારતીય સમાજજીવન ના મુખ્ય તત્વો નો નાશ કર્યો. રેલ્વે, તાર વગેરેના પ્રયોગો ને પણ લોકો ધર્મ ઉપરનો પ્રહાર સમજતા હતા.

 📌 રેલવેના પ્રથમ વર્ગમાં પ્રવાસ કરવાનો તથા અંગ્રેજો દ્વારા સંચાલિત હોટલો નો ઉપયોગ કરવાની હિન્દી અને મનાઈ હતી.

📌 ઉપરાંત ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર ને તેનો વારસ હક મળશે એવા નવા કાયદાથી હિંદીઓને લાગ્યું કે અંગ્રેજો તેમની સંસ્કૃતિનો અને ધર્મનો નાશ કરવા માંગે છે.

📌 મેકલન લ્યુન નોંધે છે કે “અમોએ વિશ્વના સૌથી પ્રાચીન અને ઉચ્ચ પરિવારોને સૂદ્રોની સ્થિતિમાં ધકેલી દેવાની ચેષ્ટા કરી છે. વળી સમાનતાના ધોરણે રચાયેલ અંગ્રેજી કાયદાઓથી અંગ્રેજો પર હતા.

૪. ધાર્મિક કારણો:🌹🌹🌹🌹

📌 અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને ભારતમાં તમામ પ્રકારની સુવિધાઓ આપી અને દક્ષિણ આપ્યો ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા હિન્દુ તથા ઇસ્લામ ધર્મની છૂટથી નિંદા કરતા તેમના મહાપુરુષોને કુકરમી બતાવતા હતા 

📌 શાળાઓમાં બાઇબલનું શિક્ષણ ફરજીયાત બનાવ્યું. દવાખાનાઓ, કચેરીઓ વગેરે ઈસુ ધર્મના પ્રચાર ના કેન્દ્રો બન્યા. તેના પ્રસાર માટે અનેક પ્રકારના પ્રલોભન આપવામાં આવતા. લોકોને બળજબરીથી ખ્રિસ્તી બનાવવામાં આવતા. 

📌 નોલેન ના મત અનુસાર અંગ્રેજ સરકાર સૈનિકોની ધાર્મિક ભાવનાની અવગણના કરવા લાગી.

📌 ડો. મજુમદાર ના મતે ભારતીય સૈનિકોની પોતાના ધર્મ પ્રત્યે જાગૃતિ અને રીતરિવાજો પ્રત્યે જાગૃતિને કારણે ખ્રિસ્તીધર્મમાં વટલાવવા નીતિને કારણે તેઓ ભયભીત થયા. 

📌 ફાધર કેનેડી લખે છે કે “આપણા ઉપર ભલે ગમે તેટલી આફતો આવી પડે તો પણ જ્યાં સુધી હિંદમાં આપણું રાજ્ય કાયમ છે ત્યાં સુધી દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો.”

📌 કંપનીના સંચાલક મંડળના પ્રમુખ મિ. મેંગલસે એવું વિધાન કર્યું કે “સર્વ હિંદીઓને ખ્રિસ્તી બનાવવાનું ભવ્ય કાર્ય આ દેશમાં સતત ચાલુ રહે એ માટે દરેક અંગ્રેજે પોતાની સર્વ શક્તિ કામે લગાડવી જોઈએ.” 

📌 આમ આ બધાથી હિન્દી ઓ ની શંકા દ્રઢ થઇ અને તેઓને ખાતરી થઈ કે અંગ્રેજો હિંદીઓને ખ્રિસ્તી બનાવી દેવાની તમામ પેરવી ઓ કરી રહ્યા છે.

૫. લશ્કરી કારણો:🌹🌹🌹🌹🌹

1. ખામીયુક્ત લશ્કરી વ્યવસ્થા: 

📌લશ્કરના પગારધોરણ માં અસમાનતા પ્રવર્તતી હતી પા પાયદલના સુબેદાર ને મળતો પગાર એક નવા ગોરા સિપાઈ કરતા પણ ઓછો હતો. 

📌દેશી સિપાઈઓ માટે બઢતીનું કોઈ ધોરણ ન હતું. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર સૈનિક ને બઢતી માટે નો પાસપોર્ટ મળી જતો હતો.

📌 લશ્કરમાં ૧૮૫૬માં 2,30,000 ભારતીય સૈનિકોના પ્રમાણમાં 45,000 અંગ્રેજ સૈનિક હતા. અનેક સ્થળોએ તો માત્ર દેશી સૈનિકો જ હતા. તેથી તેમનામાં એવી ભાવના જાગૃત જાગી કે વિદ્રોહ કરીશું તો અંગ્રેજોને હિંદ માંથી હાંકી કાઢી શકશો. 

2. સૈન્યમાં ભરતી ના નવા નિયમો: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

📌 હિન્દી સૈનિકોની લાગણી ઉપર પ્રહારો કરવામાં આવતાં જેમકે ૧૯૦૬માં મદ્રાસમાં સિપાઇઓને નવા પ્રકારની પાઘડી પહેરવાનો અને કપાળે તિલક કરવાની મનાઈ કરતો હુકમ થયો.

📌 તેની સામે વેલ્લોર માં સિપાઈઓએ બળવો કર્યો. ૧૮૨૪માં ની 47મી પલટને પોતાની જ્ઞાતિ નષ્ટ થવાના ભયે બર્મા જવાની ના પાડી દીધી.

📌 જો તેઓ દરિયાપાર યુદ્ધ લડવા જાય તો તેમના જ્ઞાતિબંધુઓ તેમના હાથનું પાણી પણ ન પીવે એવી તેમને શંકા હતી. 

📌૧૮૫૬માં લોર્ડ કેનિંગ એ નવા ભરતી થનાર સૈનિકે ગમે તે સ્થળે લડવા જાવા તૈયાર રહેશે એવી લેખિત બાહેધરી આપવાનો કાયદો કર્યો. આથી દેશી સૈનિકોને શંકા ગઈ કે તેમને વટલાવવા ની આ એક નવી તરકીબ છે.



➖➖➖➖➖➖➖➖➖➖➖



ટિપ્પણીઓ