ગુજરાતના ડુંગરો પરત 1
ગુજરાતના ડુંગરો part 1
પર્વતો
- સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર, ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવતા વિસ્તારને “પર્વત” કહે છે.
> જે પર્વતશ્રેણી 350 થી 800 મીટર સરેરાસ ઊંચાઈ ધરાવે તેને ડુંગર કહે છે અને 800 મીટરથી વધુ સરેરાસ ઊંચાઈ ધરાવે તેને પર્વત કહે છે.
- પૃથ્વી પર આશરે 26% ભાગ ઉપર પર્વતો જોવા મળે છે
પર્વતોના પ્રકાર
1. ગેડ પર્વત
> સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી થયેલા દબાણથી ગેડ પર્વત બને છે.
- PYQ:ઉદાહરણ : હિમાલય.
2. ખંડ પર્વત
- ભૂગર્ભિય બળોના લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણબળ લાગે છે. ત્યારે તેમાં તિરાડ કે ફાંટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે તેને ખંડ પર્વત કહે છે અને બેસી ગયેલા ભાગને ફાટખીણ કહે છે
> ઉદાહરણ : વિધયંચાલ, સાતપુડા
૩. જ્વાળામુખી પર્વત
> જ્વાળામુખી ફાટતાં પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પ્રદાર્થો શંકુ આકારે જમા થાય છે જેને જ્વાળામુખી પર્વત કહે છે
- ઉદાહરણ: પાવાગઢ, ગિરનાર
4. અવશિષ્ટ પર્વત
> પર્વતો કે ઉચ્ચપ્રદેશો ઘસારણ પરિબળો દ્રારા ઘસાઈને તેને અવશેષો શંકુ આકારે રહી જાય છે જેને અવશિષ્ટ કે શેષ પર્વત કહે છે.
PYQ:ઉદાહરણ : અરવલ્લી પર્વતમાળા
ગુજરાતના પર્વતો
ગુજરાતના ડુંગરાળ પ્રદેશને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે
કચ્છનો ડુંગરાળ પ્રદેશ
સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ
તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
કચ્છના ડુંગરો
U કચ્છમાં નાના ડુંગરોની ત્રણ હાર આવેલ છે જેને "ધાર” કહેવામા આવે છે.
U આ ડુંગરધારી પશ્ચિમ થી પૂર્વ તરફ જતાં સાંકળી થતી જાય છે
કચ્છ ના ડુંગરો
મોટું રણ
ઉત્તર ધાર
મધ્ય ધાર
દક્ષિણ ધાર
કાળો ડુંગર (437.0 મી) (કચ્છ નો સૌથી મોટો ડુંગર) પર (દત્તાત્રેય ની સમાધિ)
ઉત્તર ધાર
કચ્છની ઉત્તર ધાર કચ્છના મોટા રણમાં આવેલા ખદિર, પચ્છમ , બેલા અને ખાવડા ટાપુઓની બનેલી છે.
ઉત્તર ધાર એ સળંગ નથી. બે બેટ વચ્ચે સમતલ પ્રદેશો છે.
ઉત્તરધારમાં આવેલો કાળો ડુંગર કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે (ઊંચાઈ 437.08 મીટર)
> કાળો ડુંગર એ ગુરુ દત્તાત્રેયની તપસ્યા અને સમાધિ સ્થાન છે.
> કાળા ડુંગર પરથી 360° જોઈ "રણ, પાકિસ્થાન અને દરિયો" એક સાથે જોઈ શકાય છે
PYQ:ગુજરાતનું સિંધુખીણ સંસ્કૃતિનું નગર "ઘોળાવીરા" ખદિર બેટ નજીક આવેલ છે (તાલુકો : ભચાઉં)
મધ્યધાર
> કચ્છની મધ્યધાર લખપત તાલુકામાં આવેલ ગર્ડાની ટેકરી થી રાપર તાલુકામાં આવેલ ચાડવાની ટેકરી સુધી ફેલાયેલી છે.
- આ ધાર કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે જળવિભાજક તરીકે કામ કરે છે.
> મધ્યધારમાં "લીલીયો, ભૂજિયો, ઝૂરા, વરાર, ધીણોધર" જેવા ડુંગરો આવેલા છે.
- મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર “ધીણોધર” છે (ઊંચાઈ : 388 મીટર, તાલુકો : નખત્રાણા)
PYQ:- ધીણોધર ડુંગર પરથી કર્કવૃત રેખા પસાર થાય છે.
- ધીણોધર ડુંગર પર "ધોરમનાથ” ની સમાધિ આવેલી છે.
ભૂજિયો ડુંગર
> ભૂજિયો ડુંગર કચ્છનું મુખ્યમથક “ભુજ” શહેરની નજીક આવેલો છે.
- ઊંચાઈ: 160 મીટર
- ભુજીયા ડુંગર પર “ભુજંગ નાગ" નું મંદિર આવેલું છે.
- 2001માં આવેલ ગુજરાત ભૂકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર પર એક સ્મૃતિવન અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.
ભુજીયા ડુંગર પર ભૂજિયો કિલ્લો પણ આવેલ છે
દક્ષિણધાર
- કચ્છની દક્ષિણ ધાર પશ્ચિમ તરફ માતાના મઢ અને પાનધ્રો થી શરૂ થઈ પૂર્વ તરફ અંજાર સુધી ફેલાયેલી છે.
> દક્ષિણ ધાર માં "નનામો, ઉમિયા, પાનધ્રો, હબા" જેવા ડુંગરો આવેલા છે.
- દક્ષિણ ધાર નો સૌથી ઊંચો ડુંગર છે "નનામો"
> આ ડુંગર જમીન પરથી ઊંચો થયા બાદ તેની ઊંચાઈ ઓછી થઈ ગઈ હોવાથી તેનું નામ "નનામો" પડ્યું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો